બગસરા શહેરના લેઉવા પટેલ સમાજવાડી ગોકુલપરામાં તા.૧૬ને રવિવારે માઇન્ડ પાવર સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આર.કે. માઇન્ડ પાવર ડેવલપર્સ, જામનગરના ફાઉન્ડર અને જાણીતા ટ્રેનર પરેશકુમાર ભંડેરી આ સેમિનારમાં માર્ગદર્શન આપશે. બપોરે ૩ થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાનારા આ સેમિનારમાં વ્યક્તિત્વ વિકાસ, અનુશાસન અને માનસિક શક્તિ વધારવા માટે અનેક વિષયો પર વિશેષ માર્ગદર્શન મળશે. સેમિનારમાં ઉર્જાવાન રહેવાની રીતો, આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો, લાગણીઓ પર નિયંત્રણ, કલ્પનાશક્તિ અને એકાગ્રતા વિકસાવવાની પદ્ધતિ જેવી મહત્વપૂર્ણ બાબતોને સરળ ભાષામાં સમજાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે વાંચેલું લાંબો સમય યાદ રાખવા તથા અભ્યાસ સાથે ગણતરના મહત્વ વિશે પણ વિગતથી માર્ગદર્શન મળશે. મોબાઇલના અજંપાજનક ઉપયોગમાંથી છૂટકારો મેળવવા, નેગેટિવ વિચારો દૂર રાખવા તથા બિઝનેસને ઊચ્ચતાએ પહોંચાડવા માટેની ખાસ ટિપ્સ પણ આપવામાં આવશે. ગ્રાહકો સાથે આત્મીયતા કેવી રીતે વધારવી અને ધંધાને વિશાળ ફલક તરફ કેવી રીતે દોરવો તે વિષે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારનું આયોજન ખ્યાતિ ડોબરીયા દ્વારા કરવામાં આવ્યું છે









































