બગસરા ખાતે આયુષ્યમાન ભારત યોજના હેઠળ એક વિશાળ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બગસરા પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયોજિત આ મેળામાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી. કુલ ૨૭૦ લાભાર્થીઓએ આ આરોગ્ય શિબિરનો લાભ લીધો હતો, જેમાં તમામ દર્દીઓને મફત નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી.