બગસરા મામલતદાર કચેરીમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ કઢાવવા આવનાર અરજદારો પાસે રૂ. ર૦ના બદલે રૂ. ૪૦ વસુલી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એટલું જ નહીં નિયમ પ્રમાણે જેટલા વાગ્યા સુધી કામગીરી શરૂ રાખવાની હોય તેના બદલે નિયત સમય પહેલા જ ઓફિસ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે દૂરથી આવેલા લોકોને ફોગટ ફેરો થાય છે. આ સમસ્યાઓ અંગે મામલતદાર ઓફિસના જવાબદાર અધિકારીને ફરિયાદ કરતા તેમણે પણ ઉડાઉ જવાબ આપી દેતા બગસરાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.