બગસરા નગરપાલિકા દ્વારા આજે તા. ૧૩ના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. બગસરા પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, યુડીપીની ગ્રાન્ટમાંથી રૂ.૪રપ લાખના ખર્ચે ઝાંઝરીયાના રસ્તે બનેલ પુલનું લોકાર્પણ અને સીસીરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે સાથોસાથ અમૃત-ર અંતર્ગત રૂ.૧૮૦ લાખના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેકટનું જેતપુર રોડ, પાણીના ટાંકે લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ઉદ્દઘાટન સાંસદ ભરતભાઈ સુતરીયા અને લોકાર્પણ ધારાસભ્ય જે.વી.કાકડીયા કરશે. શહેરના વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે નગરજનોને હાજર રહેવા પાલિકા પ્રમુખે અનુરોધ કર્યો છે.