બગસરામાં આજરોજ શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપ, તાલુકા સંગઠન દ્વારા ર૮મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે. બગસરામાં આજરોજ તા.રરને રવિવારે સવારનાં ૯ કલાકે લેઉવા પટેલ સમાજવાડી ગોકુલપરા ખાતે ર૮મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન, વિવિધ ક્ષેત્રમાં કાર્યરત જ્ઞાતિની તેજસ્વી પ્રતિભાઓનું સન્માન તથા પ્રતિભાશાળી વ્યકિતઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમનાં અધ્યક્ષ મથુરભાઈ કોટડીયા(અગ્રણી બિલ્ડર-અમદાવાદ) રહેશે. કાર્યક્રમનાં ઉદ્દઘાટક દેવજીભાઈ સોજીત્રા અને સંજયભાઈ શીંગાળા રહેશે. સમાજનાં રાજસ્વી ગૌરવ સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા ખાસ ઉપસ્થિત રહેશે. ઉદ્યોગરત્ન એવોર્ડ હિંમતભાઈ વી. વાગડીયાને આપવામાં આવશે. કિશાનરત્ન એવોર્ડ વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણીને આપવામાં આવશે. વિશિષ્ટ સન્માન ડો. અલ્પેશ જે. કિકાણી (શાશ્વત હોસ્પિટલ-રાજકોટ) તેમજ સમાજ સેવક દેવચંદભાઈ સાવલીયાનું કરવામાં આવશે. રાષ્ટ્રપતિ એવોર્ડ સન્માનિત નિવૃત હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ પાઘડાળનું સન્માન કરાશે. કાર્યક્રમનાં મુખ્ય વકતા તરીકે મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરીયા રહેશે. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજનાં રાજકીય, સામાજિક અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આજરોજ યોજાનારા આ કાર્યક્રમમાં પધારવા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપ, તાલુકા સંગઠનનાં પ્રમુખ પ્રદિપભાઈ નાકરાણી, મહામંત્રી કિરીટભાઈ સુહાગીયા તેમજ શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળીનાં ચેરમેન કિરીટભાઈ નળીયાધરા, વાઈસ ચેરમેન ધીરૂભાઈ પીપલીયાએ અનુરોધ કર્યો છે.