બગસરામાં કેન્સર જાગૃતિ અભિયાનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં શાશ્વત હીમેટો ઓન્કો એસોસિએટ્‌સ રાજકોટના ડા. અલ્પેશભાઈ કિકાણી દ્વારા કેન્સર વિષયક મૂંઝવણો અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન પટેલ વાડી ખાતે આજે સવારે ૮ઃ૦૦ વાગ્યે રાખવામાં આવ્યું છે. બગસરાની તમામ જનતાને વિનામૂલ્યમાં આ કેન્સર
જાગૃતિ શિબિરમાં માર્ગદર્શન લેવા આમંત્રિત કરવામાં આવ્યા છે.