બગસરા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણી કેવી રીતે કરવી અને કયા કાર્યક્રમો યોજવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બગસરાના વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. હિન્દુ સમાજને સંગઠિત કરવા અને આગામી સમયમાં વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો યોજવાના ઉદ્દેશથી આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમરેલીથી ખાસ ઉપસ્થિત રહેલા ડોક્ટર ગજેરા, ડોક્ટર દેસાણી, જીલુભાઈ વાળા તથા સુરેશભાઈ સોલંકીએ ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બગસરામાંથી કનુભાઈ વ્યાસ, હિતેશભાઈ જોશી, પરેશભાઈ છત્રોલા, પુનિતભાઈ તન્ના સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.