બગસરા પીજીવીસીએલમાં નોકરી કરતા જાવીદભાઈ ફિરોજભાઈ સોઢા (ઉ.વ.૩૨)એ બગસરામાં રહેતા સાજીદ હનીફ માંડરીયા તથા હનીફ માંડરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ નેશનલ હોટલમાં જમવા ગયા ત્યારે ખાટકીવાડ તરફ જતા રસ્તા પર અવાવરુ જગ્યાએ લઘુશંકા કરવા ઉભા હતા.
આરોપીએ તેમને આ બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.







































