બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયોડીઝલની હેરફેર કરતા બે ઈસમોને બાયોડીઝલ અને ટેન્કર સાથે રૂ. ૨૨૯૦૫૦૦ના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી પાડ્યા હતા. પૂર્વ માહિતીના આધારે હામાપુર ગામેથી વાહન ચેકીંગ દરમિયાન પોલીસ દ્વારા બે ઈસમો કાંતિલાલ ગોવિંદભાઈ દલસાણીયા રહે. જેતપુર અને કનકરાય ઉર્ફે કનો કાંતિલાલ દલસાણીયા રહે. જેતપુરને ૧૪૦૦૦ લીટર બાયોડીઝલ અંદાજે કિંમત રૂ. ૯૮૦૦૦૦ નવ લાખ ૮૦ હજાર અને ટેન્કર સહિત કુલ રૂ. ૨૨૯૦પ૦૦ ના મુદ્દામાલ સાથે અમરેલી એલસીબી પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. પોલીસની કામગીરીથી બોયોડીઝલનો ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.