બગસરામાંથી વરલી મટકાનો જુગાર રમાડતાં ઈસ્ત્રી કામ કરતાં પ્રૌઢને પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ચંદુભાઈ ગોવિંદભાઈ વાળા (ઉ.વ.૬૦) વરલી મટકાના જુગારના આંકડાઓ લખી પૈસાની લેતી દેતી કરી હાર જીતનો જુગાર રમાડતાં ઝડપાયો હતો. પોલીસે એક મોબાઇલ, રોકડા ૧૨૫૦ મળી ૧૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.