બગસરામાંથી એસઓજીએ બારોબાર વેચાતો રેશનીંગનો જથ્થો પકડી પાડયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી એસઓજી ટીમે બગસરાના જીનપરા વિસ્તારમાંથી ફેરીયા દ્વારા ઘરઘરાઉ વેચાતો લઈને રેશનીંગનો જથ્થો આઈસરમાં લોડ કરતી વખતે રેડ કરી ઝડપી પાડયો હતો. જેમાં ૪૦ કટા ઘઉં કિંમત રૂ. ૩ર,૪૦૦/- તેમજ ચોખાના ૭પ કટા કિંમત રૂ. ૬૩,૦૦૦/- અને આઈસર ટેમ્પો કિંમત રૂ. ર,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ. ર,૯પ,૪૦૦/-નો જપ્ત કર્યો હતો. પુછપરછમાં જાણવા મળેલ કે, આ માલ ફેરીયાઓ બીજા ફેરીયાઓ પાસેથી ૧૬ કિ.ગ્રા. ઘઉં તેમજ ૧પ થી ૧૭ રૂ. કિ.ગ્રા. ચોખા ખરીદતાં હોય છે બદલામાં રોકડ રૂપિયા અથવા અન્ય વસ્તુઓ આપતા હોય છે. તમામ માલ જપ્ત કરી ઘઉં તેમજ ચોખા વડીયા ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.