બગસરામાંથી હીરાકામ કરતાં યુવકની બાઇક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જામકા ગામના વિપુલભાઈ રમેશભાઈ ચાવડા એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે બગસરા નદીપરામાં આવેલા શબીરભાઈ લોખંડવાળાના ડેલામાં સ્પ્લેન્ડર પાર્ક કર્યુ હતું. અમદાવાદ પાસિંગના ૧૫ હજારની કિંમતના બાઇકની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ
ગયો હતો.