પાલિકાએ રૂ.૪૯ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનવીનીકરણ કર્યુ
બગસરા શહેરની મધ્યમાં આવેલો મેઘાણી ટાઉન હોલ હવે નવા રૂપરંગ સાથે અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર થઈ રહ્યો છે. મેઘાણી ટાઉનહોલ હવે મેઘાણી સાહિત્ય વર્તુળને સોંપવાની નગરપાલિકાએ તૈયારી દર્શાવતા મેઘાણી સાહિત્ય વર્તુળે આ ટાઉનહોલ સંભાળવાની તૈયારી દર્શાવી છે. બગસરામાં શાકમાર્કેટ પાસે આવેલા મેઘાણી ટાઉનહોલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે. આ બાબતે પાલિકા પ્રમુખ પ્રતિનિધ એ.વી.રીબડીયાએ જણાવ્યું હતું કે, રૂ.૪૯ લાખના ખર્ચે આ ટાઉનહોલમાં ઈકો સ્ટીક, લાઈટીંગ,સાઉન્ડ સીસ્ટમ તેમજ એસી સહિતની સુવિધાવાળો બનાવવામાં આવ્યો છે. ટાઉનહોલમાં એટેચ શૌચાલયવાળા ચાર કરતા વધારે રૂમ આવેલા છે. આખા ટાઉનહોલને રંગોરંગાન કરવામાં આવ્યો છે અને ૩૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો પાલિકા સદસ્ય રાજુભાઈ ગીડાએ જણાવ્યું હતુ કે આ અત્યાધુનિક ટાઉનહોલમાં ધાર્મિક,સામાજિક પ્રસંગો,મીટીંગ, બિઝનેસ સેમિનાર તેમજ સંમલેન યોજી શકાય તેવી તમામ સુવિધા આપવામાં આવી છે. આ ટાઉનહોલની યોગ્ય રીતે સાર-સંભાળ થાય તે માટે મેઘાણી સાહિત્ય વર્તુળને સોંપવામાં આવશે અને આ બાબતે મેઘાણી સાહિત્ય વર્તુળે પણ ટાઉનહોલ સંભાળવવાની તૈયારી દર્શાવતા આગામી સમયમાં આ ટાઉનહોલ ખુલ્લો મુકવામાં આવશે.









































