બગસરાની શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લી.ની બગસરા શાખાના ચેક રિટર્ન કેસમાં બે આરોપીને છ માસની સજા સ્થાનિક કોર્ટે ફટકારી હતી. આ કેસની વિગત મુજબ આ સહકારી મંડળીમાંથી મુકેશભાઈ ધીરુભાઈ સુદાણી અને રોશનીબેન મુકેશભાઈ સુદાણીએ લોન લીધેલ જે લોન પેટે ચડત રકમ ભરપાઈ કરવા માટે ચેક આપેલ હતા. પરંતુ તે ચેક અપૂરતા ભંડોળ સાથે પરત થયેલ હોવાથી આરોપીઓ વિરુદ્ધ બગસરાની કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી. આરોપીઓએ મંડળી સાથે તા.૦૯/૦૯/૨૦૨૩ના રોજ લોકઅદાલતમાં સમાધાન કરી મંડળીને રૂ.૫,૭૧,૮૪૭/- અને રૂ.૩,૦૨,૯૭૬/- ના ચેક તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ આપેલા હતા જે બંને ચેક અપૂરતા ભંડોળ સાથે પરત ફરેલ હતા. જેથી મંડળી દ્વારા બંને આરોપીને નોટિસ આપવામાં આવેલ તેમ છતાં આરોપીઓએ ફરિયાદી મંડળીને રકમ ન ચુકવતા મંડળીના મંત્રી જયદીપભાઈ હિરપરા દ્વારા ફરિયાદ દાખલ થઇ હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા મંડળીના વકીલ પી.ડી. દાંતી (ગઢવી) અને વિશાલ માળવીની દલીલો કોર્ટે સ્વીકારીને બંને આરોપીને છ માસની સજા અને ચેકની રકમ ચુકવવા હુકમ કરેલ છે.