બગસરાની શાળા નંબર ૪માં ૧૦ બેગલેસ ડે અંતર્ગત બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ જ ઉમેદવાર અને ચૂંટણી પ્રક્રિયાનો સ્ટાફ બન્યા હતા અને ચૂંટણીનું આબેહૂબ આયોજન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયાને અંતે વિજયી ઉમેદવારનું વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના નવતર પ્રયોગ એવા ટેન બેગલેસ ડે અંતર્ગત બગસરાના પછાત વિસ્તારમાં આવેલી શાળા નંબર ૪ ખાતે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઓળખપત્ર સાથે મતદાન પણ કર્યું હતું. સાંજના સમયે મત ગણતરી કરી વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ અને મતદારોની આભાર વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં શાળાના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.