બગસરામાં સર્વોદય કેળવણી મંડળ, બાબાપુર સંચાલિત શ્રી જનતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની આસ્થા ખાંદલ ૨૨ ડિસેમ્બરના રોજ ભાવનગરમાં ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા યોજાયેલ ઝોન(સ્ટેટ) લેવલની સ્પર્ધામાં છ જિલ્લાઓમાં અવ્વલ આવેલ છે. તેણે સ્ટુડિયો અને બજર રાઉન્ડ પસાર કરી અંદાજિત ૩૦૦ વિદ્યાર્થીઓમાં ટોચના ત્રણ વિદ્યાર્થીઓેમાં પસંદગી પામેલ છે. હવે તે આગામી દિવસોમાં STEM QUIZ ૩.૦માં રાષ્ટ્રીયકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ તકે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર નિલેશભાઈ પાઠકે તેને જિલ્લાને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવેલ છે.