બગસરા તાલુકાના માણેકવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની વઘાસીયા દર્ષા તથા વાળા હર્ષિતાએ શિક્ષક ભાવેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ કૃતિ સ્માર્ટ વીલચેરની પસંદગી રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં થયેલ છે. જે અંતર્ગત આ બંને વિદ્યાર્થિનીઓ તથા શિક્ષક હરિયાણા રાજ્યના સોનીપત મુકામે યોજાઈ રહેલા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. તા. ૨૬ ડિસેમ્બર થી શરૂ થયેલા આ ૫૧ મા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં તેઓ સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. શાળા રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતા અમરેલી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.