બગસરામાં રહેતી અને દેસાઈ એજ્યુકેશન-હડાળા ખાતે અભ્યાસ કરતી નિયતિ અનીલભાઈ સાગઠીયાએ તાજેતરમાં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં ૯૯.૩પ પીઆર મેળવી સાગઠીયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. પહેલેથી ભણવામાં તેજસ્વી નિયતિએ ધો.૧૦માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું. જેથી દેસાઈ એજયુકેશન સ્કૂલ દ્વારા પણ આ વિદ્યાર્થિની પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. વિદ્યાર્થિનીએ ધો.૧૦માં ૯૯.૩પ પીઆર મેળવતા સમગ્ર દલિત સમાજનું ગૌરવ વધાર્યુ છે.