શાકમાર્કેટ બાજુમાં આવેલી હોવાથી લોકોમાં અકસ્માતનો ભયબગસરા,તા.૩
બગસરામાં આવેલ શાક માર્કેટમાં આવેલી પાલિકાની માલિકીની બિલ્ડીંગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે આ બિલ્ડીંગનો દીવાલનો હિસ્સો શાક માર્કેટમાં પાછળના ભાગમાં પડતો હોવાથી કોઈ ભયંકર જાનહાની થવાની શકયતા વધી ગઈ છે. ત્યારે આ શાક માર્કેટમાં શહેરના તમામ લોકો આવતા જતા હોય છે. ત્યારે આ જર્જરિત બિલ્ડીંગ ગમે ત્યારે પડી શકે તેવી શક્યતાઓ છે. જ્યારે આ બિલ્ડીંગ જૂની ગર્લ્સ સ્કૂલ હતી અને હાલમાં બંધ હાલતમાં છે. અને આ બિલ્ડીંગનો કબજો પાલિકા ધરાવે છે.
જ્યારે આ બિલ્ડીંગ છેલ્લાં ઘણા સમયથી જર્જરીત હાલતમાં જાવા મળી રહી છે. જેથી કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા તંત્ર નક્કર કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે.