બગસરાના હાલરિયા ગામે ૨૦ હજારની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. દિનેશભાઇ કાનજીભાઇ કોરાટ (ઉ.વ.૬૧)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના રહેણાંક મકાને ગેરકાયદે પ્રવેશ કરી ઘરની ડેલીના તાળા તોડી રૂમના દરવાજાના તાળા તોડી રૂમમાં રહેલ કબાટમાંથી ભારતીય ચલણની અલગ અલગ દરની નોટો મળી કુલ રૂ.૨૦,૦૦૦ની મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.