બગસરાના હામાપુર ગામના એક યુવકે યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, આરોપીએ યુવતીના અશ્લીલ વીડિયો વાયરલ કરવાની અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ સંદર્ભે પીડિતાએ હરેશભાઇ કાળુભાઇ વિકાણી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી સંપૂર્ણ વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપીએ યુવતીની મરજી વિરુધ્ધ તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. પીડિતાએ જ્યારે પણ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ હેવાનિયત આચરી તેને શારીરિક ઇજાઓ પણ પહોંચાડી હતી.પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીએ પીડિતાના કેટલાક આપત્તિજનક વીડિયો ઉતારી લીધા હતા અને તેના જોરે તે પીડિતાને બ્લેકમેલ કરતો હતો.
જો યુવતી આ અંગે કોઈને વાત કરશે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી તેનું શોષણ કરતો રહ્યો હતો. હાલ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગોલવેલકર આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.








































