બગસરાના હડાળા ગામ પાસે બે દિવસ પહેલા અજાણ્યા વાહનની અડફેટે જૂના વાઘણીયા ગામના રિતેશભાઈ જે બગસરા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હતા જેનું મૃત્યુ થયું હતું તે વાહન ચાલક ફરાર હતો. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ વાહન ચાલકને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ વાહનચાલક બોલેરો લઈને પોતાના કામ માટે જતો હતો ત્યારે અચાનક સામેથી આવતા બાઈકચાલક સાથે અથડાતા ભયના કારણે ત્યાંથી નાસી ગયેલ હતો. ત્યારે બાઈકચાલક રિતેશભાઇનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી નાસી જનાર દિનેશભાઈ રઘુભાઈ ચરોલિયા પણ જુના વાઘણીયા ગામના હોવાનું જણાવેલ છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ અન્ય સ્રોત દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.