રાજ્ય સરકાર દ્વારા છેવાડાના લોકોને પણ આરોગ્યની સારી સુખાકારી સેવાઓ મળી રહે તેવા હેતુથી વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે બગસરા તાલુકાના હડાળા ગામે સરકાર દ્વારા અદ્યતન પેટા આરોગ્ય કેન્દ્રનું નવુ બિલ્ડીંગ તૈયાર થતા ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, હડાળા ગામના સરપંચ તેમજ આરોગ્ય સ્ટાફ સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ દ્વારા આવેલ મહાનુભાવોનું શબ્દથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ પેટા આરોગ્ય કેન્દ્રને રિબિન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેન્દ્રનો લાભ લેવા સરકારની વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.