બગસરા તાલુકાના હડાળા ગામે બેલેટ પેપર બદલાઈ જતા બુથ નં.ર ની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. જેથી હવે આ બુથમાં આવતીકાલે ફરીથી ચૂંટણી યોજાશે. જાણવા મળતી માહિતી મુજબ, બગસરા તાલુકાના હડાળા ગામે આજરોજ બે બુથમાં ચૂંટણી યોજાઈ હતી. વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોનો ધસારો જાવા મળ્યો હતો. પરંતુ થોડા સમય બાદ હડાળાના બુથ નં.ર માં બેલેટ પેપર બદલાઈ ગયા હોવાનું બુથ પરના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. જેથી બુથ અધિકારીઓએ તાત્કાલિક ચૂંટણી અધિકારીને આ બાબતે જાણ કરી હતી. જેથી આ ઘટના ગંભીરતાથી લઈ તાત્કાલિક બુથ નં.રની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. આ બુથ પર હવે આવતીકાલે ચૂંટણી યોજાશે.