બગસરાના હડાળા ગામમાં સુધીરભાઈ બોરડની વાડીમાં લગાવેલી સોલાર પેનલ નજીક મહાકાય અજગર જોવા મળતા અફરાતફરી મચી હતી.વાડીમાં કામ કરતા યુવા ખેડૂત સુધીરભાઈ બોરડની નજર અજગર પર પડતા તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈ જાનહાની થાય તે પહેલા મહાકાય અજગરને પકડી લીધો હતો. બાદમાં અજગરને વન વિભાગની સુરક્ષિત હદમાં છોડી દેવામાં આવ્યો હતો.