બગસરા તાલુકાના સાપરથી સુડાવડ ગામે જવા માટે એકમાત્ર રસ્તો આવેલો છે જેના પર એક પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ વરસાદના કારણે તુટી જવાથી અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલની સાઈડો ધોવાઈ જવાથી આ રસ્તાને ભારે નુકસાન પહોંચ્યુ છે. આ રસ્તા પરથી દિવસ દરમિયાન અનેક વાહનોને પસાર થવુ પડે છે. પરંતુ હવે અહીં ભારે અને મોટા વાહનો પસાર થઈ શકે તેવી પરિસ્થતિ રહી નથી. જેથી અત્રેના લોકો અને વાહનચાલકો દ્વારા પુલનું સમારકામ કરવા અથવા તો નવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.