બગસરા તાલુકાના સમઢીયાળા ગામનું સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ હતું. જેમાં ફેશન અને વ્યસનને તિલાંજલિ સાથે ગંભીર રોગ માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહેશભાઈ ભુવાએ આરોગ્યની સમજણ સાથે સરકાર તરફથી મળતી સહાય બાબતે સમજણ આપી હતી. સ્નેહમિલનમાં પધારેલા મહેમાનોના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલનમાં પધારેલા મહેમાનોને તુલસીના છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્યસન અને ફેશનને તિલાંજલિ આપવા સમઢીયાળાના ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો.