બગસરાના શિંગાળા પરિવાર દ્વારા તેમના પુત્રના લગ્ન પ્રસંગે પારંપરિક વિધિની શરૂઆત કરતા પૂર્વે રાષ્ટ્રગીતનું ગાન કરાવી દેશભક્તિ માટે નૂતન રાહ બતાવી હતી. વિગત અનુસાર બગસરાના સંજયભાઈ શિંગાળાના પુત્ર યશના લગ્ન પ્રસંગનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના પ્રથમ પ્રસંગ નિમિત્તે પરિવાર દ્વારા સુંદર રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં લગ્નની જાન મંડપ પર પહોંચે ત્યારબાદ શાસ્ત્રોત વિધિ કરવામાં આવતી હોય છે પરંતુ શિંગાળા પરિવાર દ્વારા આ વિધિ પૂર્વે જાન અને માંડવાના એક હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતનું ગાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લગ્નની વિધિ શરૂ કરવામાં આવી હતી. વર-કન્યા દ્વારા આ સમયે રાષ્ટ્રધ્વજને સન્માન આપવામાં આવ્યું હતું.