બગસરા અને આસપાસના વિસ્તારોમાં દારૂનું વેચાણ વધતાં બગસરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે બગસરાના લુંઘીયા ગામે દરોડો પાડી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. આ રેડમાં વનરાજભાઈ માણાભાઈ ચાવડાના રહેણાંક મકાનમાંથી ૧૮૦ બોટલ ઇંગ્લિશ દારૂ અને ૭૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. કુલ મળીને રૂ. ૨,૫૨,૪૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વનરાજભાઈ માણાભાઈ ચાવડા, નાગરાજ ઉર્ફે યુવરાજ વનરાજભાઈ ચાવડા (રહે. લુંઘીયા) અને ભુપતભાઇ કાનાભાઇ વાઘેલા (રહે. આંબાગાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વનરાજભાઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાથી તેમની અટકાયત થઈ નથી. બગસરા પોલીસ ૈઁં સાલુકે દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.