બગસરા તાલુકામાં લુંઘીયા ગામમાં અત્યારે પીએચસી સબ સેન્ટરનું નિર્માણ કામ ચાલી રહેલ છે. આ કામ રૂ. ૨૬ લાખ જેવી માતબર રકમનું છે, પરંતુ આ કામ નબળી ગુણવત્તા ધરાવતા માલ-સામાન, સિમેન્ટથી થઇ રહ્યું છે, તેનું બાંધકામ પણ બેદરકારીપૂર્વક કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ થઇ રહ્યા છે. કામ ચાલતું હતું ત્યારે તેને લોકોએ એકથી બે વખત તોડી પાડ્યું હતું અને કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં પણ સૂચના આપવામાં આવી હતી. જ્યારે આ ગામમાં પ્રથમ વખત સબ સેન્ટર ઊભું થતું હોય અને લોકોને વધુ સવલતો મળવા જઈ રહી હોય છે ત્યારે આ ગામના લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જાકે કામની ગુણવત્તા જાઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.