બગસરા તાલુકાના રફાળા થી ભલગામ જવા માટેનો માર્ગ છેલ્લા ઘણાં સમયથી ઉબડ-ખાબડવાળો હોય આ માર્ગનું નવીનિકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેથી માર્ગનું નવીનિકરણ કરવામાં આવતાં ગ્રામજનોમાં ખુશી ફેલાઇ હતી. ખાતમુહૂર્ત સમયે પ્રદિપભાઇ ભાખર, ધીરૂભાઇ માયાણી, ખોડાભાઇ સાવલીયા, અશ્વિનભાઇ કોરાટ, કાંતિભાઇ વેકરીયા, પુનાભાઇ વેકરીયા, શાપર સરપંચ ધનજીભાઇ શીલુ, લુંઘીયા સરપંચ કિશોરભાઇ કાનકડ સહિત ભાજપ અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.