હાલ દેશમાં ચૂંટણીની સાથે આઈપીએલનો માહોલ જામી રહ્યો છે. આઈપીએલ હવે તેના આખરી પડાવમાં છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ નંબર પર છે ત્યારે આ ટીમમાં પ્રેકિટસ સેશનમાં બગસરાના યુવાનની પસંદગી થતા યુવા ક્રિકેટર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
બગસરામાં પોલીસ સ્ટેશન પાસે રહેતા યુવા ક્રિકેટર વત્સ દિપકભાઈ દેવમુરારીની રાજસ્થાન રોયલ્સની ટીમના પ્રેકિટસ સેશનમાં પસંદગી થઈ છે. સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરનાર વત્સ દેવમુરારી ભાવનગર ડિસ્ટ્રીકટમાં અં.૧૯માં રમતો હતો. વિકેટકીપર બેટસમેન વત્સ ભાવનગર ડિસ્ટ્રીકટ તરફથી ઓસ્ટ્રેલિયાના સીડનીમાં પણ રમી આવ્યો છે જયાં તેમણે એક સદી પણ ફટકારી છે. રાજસ્થાન રોયલ્સમાં પ્રેકિટસ સેશનમાં પોતાની પસંદગી વિશે વત્સ જણાવે છે કે, ડિસ્ટ્રીકટમાંથી મારૂ પ્રદર્શન જાઈ અમદાવાદ બોલાવવામાં આવ્યો હતો. જયાં મારી રાજસ્થાન રોયલ્સની ટીમમાં પ્રેકિટસ સેશનમાં પસંદગી કરવામાં આવી હતી. જેથી હું રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે જાડાયો છું. ભવિષ્યમાં ક્રિકેટ ક્ષેત્રે આગળ વધી બગસરાનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યકત કરી હતી.
આમ, બગસરાનો યુવા ક્રિકેટર રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે પ્રેકિટસ સેશનમાં જોડાતા તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.