બગસરાના માવજીંજીવા ગામે રોકડા ૧૦ હજાર સહિત ૨૨ હજારની ચોરી થઈ હતી. ઘરનો સામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો. બનાવ સંદર્ભે હાલ રાજકોટમાં રહેતા મૂળ માવજીંજવાના અમિતભાઇ વિનુભાઇ સાવલીયા (ઉ.વ.૩૫) એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના રહેણાંક મકાને તા.૧૦/૧૧/૨૦૨૫ ના સાંજના નવ વાગ્યાથી તા.૧૧/૧૧/૨૦૨૫ ના સવારના દશેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ઘરના ડેલાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ મકાનના ત્રણેય રૂમના દરવાજાના તાળા તોડી સરસામાન વેરવિખેર કરી નાખી મકાનના વચ્ચેના રૂમમાં રાખેલ લોખંડના કબાટની તિજોરી તોડી હતી. જેમાં રાખેલ સોનાની બુટી, ચાંદીની ઝાંઝરી તથા રોકડા રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨૨,૦૦૦ લઈ ફરાર થઈ ગયો હતો. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.જે.બગસરા વધુ તપાસ કરી રહ્યા છે.










































