બગસરાના માવજીંજવા ગામે વાડીએ રહેતી એક સગીરાને યુવક પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ બગસરામાં રહેતા જગદીશભાઈ મેઘજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમની દીકરીને પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો.








































