બગસરાના માણેકવાડા ગામેથી અમરેલીનો એક યુવક દારૂની બોટલ સાથે પકડાયો હતો. યુવક બોલેરો ગાડી લઈને નીકળતા પોલીસે તેને અટકાવી તલાશી લેતાં તેની પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૭ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.










































