બગસરામાં આવેલા ૩૦૦ વર્ષ જૂનાં શિવ મંદિર કે જે બગદાલમ ઋષિની તપસ્યાથી સ્થાપિત થયેલ બગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસનાં છેલ્લા દિવસે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અન્નકૂટનાં દર્શનનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. સાથોસાથ સાંતલડી નદીના કાંઠે આવેલા રત્નેશ્વર મહાદેવના મંદિરે અમરનાથ મહાદેવનો શણગાર કરવામાં આવ્યો હતો. મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શિવભકતો ઉમટી પડયાં હતા.