બગસરા પંથકમાં દેશી-વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. બુટલેગરોને પોલીસનો જાણે કંઈ જ ડર ન હોય તેમ બેરોકટોક દારૂનું વેચાણ કરી રહ્યાં છે. ત્યારે એલસીબી બગસરા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પીઠડીયા ચોકથી પીઠડીયા ગામ તરફ જવાના રસ્તે પાણીના ટાંકા પાસે કાચા રસ્તે અંધારામાં એક વિદેશી દારૂ ભરેલો બોલેરો પડ્યો હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસે રેઈડ કરતા બોલરો ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશથી દારૂની ૨૦૭ બોટલ સાથે કનુભાઈ જેઠસુરભાઈ ખાચર રહે. રંગપર તા. વાંકાનેર હાલ રહે.પરબડી તા. ધોરાજી વાળાની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂની બોટલ, બોલેરો ગાડી સાથે કુલ રૂપિયા ૫.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.










































