બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામે કૃષિ મેળો યોજાયો હતો. કૃષિ મેળા સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સમૂહલગ્નોત્સવનું આયોજન નાના મુંજીયાસર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં મનસુખભાઈ કયાડા અને ગોપાલભાઈ કયાડા આયોજક રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં ર૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. જા કે સમૂહ લગ્નોત્સવ પૂર્વે કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કૃષિમેળામાં વિવિધ કૃષિ મશીનરી, સીડ્‌ઝ વિક્રેતાઓ સહિત કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યાં હતા.
કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપી હતી. આ તકે ખેડૂતોએ અજીત સીડ્‌સના સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.આ કૃષિ મેળામાં ધારાસભ્ય જે.વી.કાકડીયા, પ્રફુલભાઈ સેંજલીયા, રમેશભાઈ કાથરોટીયા, ભાઈલાલભાઈ શેલડીયા, ધીરૂભાઈ માયાણી, અશ્વિનભાઈ કોરાટ, પ્રદિપભાઈ ભાખર, પ્રવિણભાઈ આસોદરીયા તેમજ વિવિધ ગામોના સરપંચો, દાતાઓ સહિત રાજકિય અને કૃષિ અગ્રણીઓ હાજર રહ્યાં હતા.