અમરેલી જિલ્લામાં દિવાળીના પર્વ સમયે સુરત, અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લોકો વતન આવ્યા છે. બગસરાના મોટા મુંજીયાસર ગામના એક પુરુષનું અમદાવાદ પાસિંગની ફોર વ્હીલની ટક્કરથી મોત થયું હતું. બનાવ અંગે નીતીનભાઈ જયંતીભાઈ સતાસીયા (ઉ।વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા નાના મુંજીયાસર બસ સ્ટેશનથી આગળ માણેકવાડા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે જીજે-૦૧-એચકે-૬૯૬૪ નંબરના ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને ઈજા થવાથી મોત નિપજ્યું હતું. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.