બગસરાના નાના મુંજીયાસર ગામે નવનિર્મિત પ્રાથમિક શાળા (અંદાજિત ખર્ચ ૮૩.૬૦ લાખ) તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર (અંદાજિત ખર્ચ ૩૬ લાખ)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારી-બગસરા ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી ખોડાભાઈ સાવલિયા તેમજ નાના મુંજીયાસર સરપંચ પરષોત્તમભાઈ વઘાસીયા ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત મનસુખભાઈ ક્યાડા, મગનભાઈ ધોરાજીયા, ધીરૂભાઈ દેવમુરારી અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા.