બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામે કિસાન પરિવાર આયોજીત કૃષિમેળો અને નવમો સમુહલગ્નોત્સવ યોજાશે. આ કાર્યક્રમના આયોજક સરપંચ મનસુખભાઈ કયાડા અને ગોપાલભાઈ કયાડા છે. આજરોજ સવારે ૯ કલાકે સરપંચ સંમેલન તેમજ ૯ઃ૩૦ કલાકે કૃષીમેળાનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ કયાડા, સમારોહના ઉદ્ઘાટક વિરજીભાઈ સુખડીયા, દિપ પ્રાગટય પ્રફુલભાઈ સેંજલીયા, ધનજીભાઈ રાખોલીયા અને રાકેશભાઈ દુધાતના હસ્તે રહેશે.આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, કરશનભાઈ નસીત, જયંતિભાઈ શેલડીયા, અંકુરભાઈ રાદડીયા, ટીંબડીયાભાઈની વિશેષ ઉપÂસ્થતિ રહેશે. લોકગાયિકા અલ્પાબેન પટેલ દ્વારા
પ્રાકૃતિક ગીત રજૂ કરવામાં આવશે. અમરેલી જિલ્લાના રાજકિય આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલ તા.૩ના રોજ યોજાનાર સમુહલગ્નોત્સવમાં સંતો-મહંતોની પધરામણી થશે. સમુહલગ્નોત્સવમાં ર૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. આ બંને કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.આ કાર્યક્રમનું સંકલન પ્રવિણભાઈ આસોદરીયા સરપંચ-સુડાવડ કરશે. નાના મુંજીયાસર ગ્રામ પંચાયત દ્વારા કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.