બગસરા નજીક આવેલા નાના મુંજીયાસર ગામે મોડી રાત્રે એક વાડીમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમ ને ખાનગી બાતમી મળી હતી કે નાના મુંજીયાસર થી રફાળા જવાના રસ્તે આવેલી વાડીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક લોકો તીનપતીની રમતો રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ૧૮ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે જુગારના સ્થળેથી મોટી માત્રામાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ રૂ.૩.પપ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.









































