બગસરાના નવા વાઘણીયા ગામે એક દીકરીની જાતીય સતામણી કરવા બદલ ઠપકો આપવા જતાં સારું નહોતું લાગ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વિલાસબેન મુકેશભાઈ સતાણી (ઉ.વ.૪૮)એ રિતેશભાઈ હસમુખભાઈ બાબરીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી પાંચ મહિના પહેલા અભ્યાસ માટે લકઝરી બસમાં જતી હતી ત્યારે તેની જાતીય સતામણી કરી લાફો માર્યો હતો. તેમજ ઠપકો આપતાં સારું નહોતું લાગ્યું અને મુંઢમાર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.