અમરેલી જિલ્લામાં સિહોએ જંગલ છોડી રહેણાંક વિસ્તારને પોતાનું ઘર બનાવ્યું છે ત્યારે બગસરા તાલુકાનાં નવા વાઘણીયા ગામે ધોળા દિવસે બે ગાય અને ત્રણ વાછરડી પર હુમલો કરતાં ખેડૂતો અને માલધારીમાં ફફડાટ ફેલાયો છે. નવા વાઘણીયા ગામે બપોરનાં સમયે ગૌચરની જમીનમાં રાજેશભાઈ ભરવાડની બે ગાય અને ત્રણ વાછરડી ઉપર સિંહે હુમલો કરતાં માલધારી બીકનાં માર્યા જીવ બચાવી ત્યાંથી ભાગી ગયેલ હતા. હાલમાં ખેતીની સિઝન ચાલી રહેલ હોય ખેડૂતો પોતાની વાડીએ જતાં આવતા હોય ત્યારે આવા બનાવો છાશવારે જાવા મળતાં ખેડૂતો અને માલધારી સમાજમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. તેમજ આ ઘટનાથી ખેડૂતો દ્વારા વનવિભાગને અપીલ કરી કહેવામાં આવેલ છે કે આ તમામ સિંહોને રેવન્યુ વિસ્તારમાં છોડી મૂકવામાં આવે જેથી ખેડૂતો અને માલધારીઓ ભયમુકત બને.