બગસરા પોલીસ સ્ટેશનમાં મહિલા પી.આઈ. આઈ. જે. ગીડાની બદલી થતા હવે પી.આઈ. વી. કે. ગોલવેલકરે ચાર્જ સંભાળ્યો છે. લાંબા સમય બાદ પુરુષ અધિકારીની નિમણૂક થતા લોકોમાં ઉકેલની આશા જાગી છે. નવા અધિકારી સમક્ષ દેશી દારૂનું બેફામ વેચાણ અટકાવવું સૌથી મોટો પડકાર છે. આ ઉપરાંત, મુખ્ય માર્ગો પરની જટિલ ટ્રાફિક સમસ્યા અને વાહનોના આડેધડ ર્પાકિંગથી જનતા પરેશાન છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ પાસે અસામાજિક તત્વોની રોમિયોગીરી ડામી દેવી અનિવાર્ય છે. જોકે, શરૂઆતના બે દિવસમાં જ બે બુટલેગરોને જેલભેગા કરી પોલીસે મક્કમ નિર્ધાર બતાવ્યો છે. હવે આગામી સમયમાં પોલીસ કેટલી કડકાઈથી લોકોની સમસ્યાઓ દૂર કરે છે તે જોવું રહ્યું.









































