બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે એટીવીટી યોજના અંતર્ગત ગત વર્ષે પાંચ લાખ રૂપિયાના ખર્ચે પુલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આ કામ કોન્ટ્રાક્ટર રાખી કરાવવામાં આવ્યું હતું. પરંતુ પુલ બન્યાના એક મહિનામાં જ આ પુલ બેસી ગયો હતો. આ બાબતે ગ્રામ પંચાયતમાં તપાસ કરવા અવારનવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત પોતે જ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય કોઈ તપાસ કરવામાં આવી ન હતી, જેથી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરી તપાસ કરવા માંગ કરી છે. અરજદાર અજયભાઈ ઢોલરીયાના જણાવ્યા મુજબ આ કામમાં એસ્ટીમેન્ટ મુજબ કામ ન કરી નબળી ગુણવત્તાનો માલ સામાન વાપરી લોકો સાથે છેતરપિંડી કરેલ છે. તેમની વિરુદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.








































