બગસરાના જુની હળીયાદ ગામે રૂ.૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. લેઉવા પટેલ સમાજની વાડીનું દોઢ કરોડના ખર્ચે નવનિર્માણ, ખીમાણી પરિવાર દ્વારા રૂ.ર૧ લાખના ખર્ચે પ્રવેશદ્વાર, પરશોતમભાઈ લાખાણી(દાસ)દ્વારા રૂ.૪ લાખના ખર્ચે બસ સ્ટેન્ડનુ નિર્માણ થશે. આ તકે હિંમતભાઈ વાગડીયા, ચંદુભાઈ વાગડીયા, પરશોતમભાઈ લાખાણી, મનસુખભાઈ રાદડીયા, બ્રિજેશભાઈ ખીમાણી, હર્ષદભાઈ ખીમાણી ,બીપીનભાઈ પટોળીયા, કે.કે.વાગડીયા, બાબુભાઈ ઢોલરીયા તથા ગામ અગ્રણીઓ અને દાતાઓ હાજર રહ્યા હતા.