બગસરામાં કુટુંબીજનોમાં માથાકૂટ થઈ હતી. જેને લઈ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બનાવ અંગે હરીભાઈ પ્રેમજીભાઈ ગઢીયા (ઉ.વ.૫૫)એ હસમુખભાઈ ગઢીયા, ભરતભાઈ ગઢીયા, જયંતીભાઈ ગઢીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમની વાડીએ કામ કરતા હતા ત્યારે આરોપીઓએ એકસંપ કરી હાથમાં લોખંડની રાપ (હાથ સાંતેડી) ધારણ કરી આવીને ગાળો બોલવા લાગ્યા હતા. હસમુખભાઈ ગઢીયાએ પોતાના હાથમાં રહેલ લોખંડની રાપના ઘા મારી ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન તેમની દીકરી કિરણબેન તથા આરતીબેન આવી જતા આરોપીઓને માર મારતા રોકતા તેમને પણ મુંઢમાર માર્યો હતો તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.