બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અતિ બિસ્માર હાલત વાહન ચાલકો માટે માથાના દુઃખાવારૂપ બની છે. ઘણા લાંબા સમયથી રોડનું રિપેરીંગ કામ ન થયું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં બગસરાથી સાપર સુધીના માર્ગની હાલત એટલી હદે કથળી જવા પામી છે કે, લોકોને સાપરથી બગસરા કે બગસરાથી સાપર જવા માટે વાયા નવા-જૂના ઝાંઝરીયા થઇને ચાલવું પડે છે. આ જ રીતે જેઠીયાવદરથી જામકા, જૂની હળિયાદથી ડેરી પીપળીયા, હડાળાથી ખારી-સારણપીપળી સહિતના અનેક માર્ગો વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે.