ગટરના કર્મચારીને રજૂઆત કરવા જતા ઉધ્ધત જવાબ આપ્યો

બગસરામાં કુંકાવાવ નાકા નીચાણ વાળો વિસ્તાર હોવાથી સમગ્ર ગામનું વરસાદી પાણીનો ઘસારો રહેતો હોવાથી પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના ઢાંકણામાં પાણીનો નિકાલ ના થતો હોવાથી લોખંડની જાળી નાખવામાં આવી છે. ત્યારે આ જાળીનું લોખંડ નબળી ગુણવતા વાળું વાપરવામાં આવતા છાસવારે આ જાળી તૂટતી હોવાની ફરિયાદ આવી રહેલ છે. જયારે આ જાળી પાલિકા દ્વારા ઘણી વખત નાખવામાં આવી છે, છતાં હાલમાં ફરી પાછી તૂટેલી હાલતમાં જોવા મળી રહેલી છે. ત્યારે, એક જાગૃત નાગરિક દ્વારા ભૂગર્ભ ગટર વિભાગના કર્મચારીને ફોન મારફત કહેવામાં આવ્યું હતું ત્યારે, આ કર્મચારીએ કીધું કે ત્યાંના રહીશોને કહો કે એક અરજી કરે ત્યાર પછી જ આ નવી જાળી નખાશે. આવા જવાબ આપતાં કર્મચારીને જાણે કોઈના જીવની પરવા જ ના હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં રોગચાળો પણ ખુબ વધુ પ્રમાણમાં વધી રહ્યો છે, એવામાં આ ગટરની જાળી તૂટેલી હોવાથી અહીંયા મચ્છરનો પણ ખુબ ઉપદ્રવ વધી ગયો છે. તેમજ, જો પાલિકા દ્વારા આ જાળી તત્કાલ નાખવામાં નહિ આવે તો કોઈ મોટો અક્સમાત થવાના પણ એંધાણ વર્તાય રહ્યા છે. તેથી તત્કાલ આ જાળી નાખવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.